ક્રૂઝ વારાણસીથી શરૂ થશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢમાં તેની યાત્રા સમાપ્ત કરશે 50 દિવસમાં આ ક્રૂઝ
ગંગા-ભાગીરથી-હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ સહિત 27 નદીઓની સિસ્ટમ દ્વારા 3200 કિમીની મુસાફરી કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 13 જાન્યુઆરીએ વિશ્વની સૌથી લાંબી નદી પર ક્રૂઝનું વારાણસીથી ઉદ્ઘાટન કરશે. આ ક્રૂઝ ઉત્તર પ્રદેશના વારાણસીથી શરૂ થશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ ખાતે તેની યાત્રા સમાપ્ત કરશે. 50 દિવસમાં આ ક્રૂઝ ગંગા-ભાગીરથી-હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ સહિત 27 નદીઓની સિસ્ટમ દ્વારા 3200 કિમીની મુસાફરી કરશે.
વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બરે કહ્યું હતું કે, આ ક્રૂઝ વિશ્વની સૌથી અનોખી ક્રૂઝ હશે. આનાથી ભારતના સતત વધી રહેલા પ્રવાસનને ઓળખ મળશે. હું પશ્ચિમ બંગાળના લોકોને આ તકનો પૂરો લાભ લેવા અપીલ કરું છું. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ માટે ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે 13મી તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મળેલી માહિતી અનુસાર, આ ક્રૂઝ તેની યાત્રા દરમિયાન હેરિટેજ સાઇટ્સ સહિત 50 પર્યટન કેન્દ્રોની મુલાકાત લેશે. જેમાં વારાણસીની ગંગા આરતી, કાઝીરંગા નેશનલ પાર્ક અને સુંદરવનનો સમાવેશ થાય છે. આ ક્રૂઝ બાંગ્લાદેશમાં લગભગ 1100 કિમીની મુસાફરી કરશે.