પીએમ મોદી વિશેષ કાર્યક્રમ ‘પરિક્ષા પે ચર્ચા’ દ્વારા પરીક્ષા વિશે તૈયારી કરવા માટેની યુક્તિઓ જણાવશે અને આ સાથે જ વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરશે.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ બાળકો સામે સંબોધન શરૂ કરતાં કહ્યું કે, ‘દરેક યુવા મારી પરીક્ષા લે છે અને મને એ પસંદ છે.’ આગળ પીએમ મોદીએ કહ્યું કે ‘માતા-પિતા બહાર જાય છે અને તેમના બાળકો વિશે મોટી મોટી વાતો કરે છે. પણ પછી પાછા આવીને તેમના બાળકો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં શું આપણે આ દબાણ લેવું જોઈએ? શું તમને દિવસભર જે કહેવામાં આવે આવશે તે સાંભળતા રહેશો કે તમે તમારી અંદર જોશો? ક્રિકેટમાં લોકો સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની બૂમો પાડતા રહે છે તો શું જનતાની માંગ પર ખેલાડી ચોગ્ગા-છગ્ગા ફટકારે છે? ખેલાડી માત્ર બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- Advertisement -
#WATCH | PM Modi's interaction with students, teachers and parents during the 6th edition of 'Pariksha Pe Charcha' 2023 in Delhi pic.twitter.com/M9VMWuXS2C
— ANI (@ANI) January 27, 2023
- Advertisement -
આજે એટલે કે 27 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીનો વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023 આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લીધો છે.આ સિવાય દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું ‘પરીક્ષા પે ચર્ચા’ જોઈ રહ્યા છે. પીએમ મોદી આજના આ કાર્યક્રમ દ્વારા પરીક્ષા વિશે તૈયારી કરવા માટેની યુક્તિઓ જણાવશે અને આ સાથે જ વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરશે.
The 6th edition of 'Pariksha Pe Charcha' 2023, PM Modi's interaction with students, teachers, and parents, to begin at 11am at Talkatora Stadium in Delhi pic.twitter.com/umcz1Y3NT8
— ANI (@ANI) January 27, 2023
આ વર્ષે 20 લાખ જેટલા સવાલ PM મોદી પાસે પહોંચ્યા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 20 લાખ પ્રશ્નો આવ્યા છે, જેને NCRT દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ 20 લાખ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ ફેમિલી પ્રેશર, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અયોગ્ય માધ્યમથી બચવા, સ્વાસ્થ્ય અને કેવી રીતે ફિટ રહેવું, કારકિર્દીની પસંદગી વગેરે જેવા વિષયો પરથી પ્રશ્નો પૂછ્યા છે. પ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ માટે 155 દેશોએ નોંધણી કરાવી છે.
PM Modi interacts with students, teachers and parents during the 6th edition of 'Pariksha Pe Charcha' 2023 in Delhi pic.twitter.com/zrRjzuqwI5
— ANI (@ANI) January 27, 2023
પરિક્ષા પે ચર્ચા એ એક અનોખો કાર્યક્રમ છે
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું આયોજન દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પહેલા કરવામાં આવે છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં પીએમ મોદીએ દેશના બાળકો, શિક્ષકો અને માતા-પિતા અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. નોંધનીય છે કે આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષ કરતા બમણાથી વધુ છે.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું શિક્ષણ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર, ફેસબુક અને ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને આ સિવાય શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ education.gov.in પર લાઈવ પ્રસારણની લિંક્સ છે. ખાસ જણાવી દઈએ કે PPC 2023 સ્પર્ધાના વિજેતાઓને વડાપ્રધાન મોદી સાથે વાર્તાલાપ કરવાની તક મળશે.