ઉડુપીમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ
વડાપ્રધાન મોદીએ શ્રી કૃષ્ણ મઠમાં પૂજા કરી, સોનાનો કળશ ચઢાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કર્ણાટક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠમાં પૂજા-અર્ચના કરી હતી. અહીં સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કર્યુ અને સુવર્ણ કલશ ચઢાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ 100,000 લોકો સાથે ભગવદ ગીતાના પાઠ કર્યા. વડાપ્રધાન સવારે 11 વાગ્યાની આસપાસ ઉડુપી પહોંચ્યા અને ત્યાં ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. પીએમ સાંજે ગોવા જશે. ત્યાં ગોવાના કૈનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી હતી. તે ભગવાન રામની વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. ઉડુપીમાં પીએમ સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કરશે અને પવિત્ર કનકના ક્ધિડી માટે તૈયાર સુવર્ણ કવચ સમર્પિત કરશે. એવી માન્યતા છે કે આ જ સ્થળેથી સંત કનકદાસને ભગવાન કૃષ્ણના દર્શન થયા હતા. આ મઠની સ્થાપના લગભગ 800 વર્ષ પહેલા વેદાંતના દ્વૈત દર્શનના આચાર્ય શ્રી માધવાચાર્યએ કરી હતી. યાત્રાના એક દિવસ પહેલા પીએમએ ડ પર લખ્યું – ઉડુપી સ્થિત શ્રી કૃષ્ણ મઠમાં ગીતા પારાયણ કાર્યક્રમમાં સામેલ થવું તેમના માટે સન્માનની વાત છે.



