સાંસદના બજેટ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પંહોચ્યાં હતા અને એ સમય દરમિયાન એમને એક ખાસ જેકેટ પહેર્યું હતું.
પીએમ મોદી તેના કપડાંને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અને દરેક અવસર પર તેમના કપડાં કોઈને કોઈ ખાસ સંદેશ આપતા રહે છે. પીએમ મોદી ક્યાંય પણ જાય તો એ જગ્યાથી જોડાયેલ કપડાં પહેરે છે અથવા તો એમના કપડાંમાં એ જગ્યા પરથી જોડાયેલ કોઈ ખાસ કલાકારી જોવા મળે છે. આ બધા વચ્ચે હાલ ફરી એક વખત એમનું જેકેટ ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે સાંસદના બજેટ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પંહોચ્યાં હતા અને એ સમય દરમિયાન એમને એક ખાસ જેકેટ પહેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંસદમાં ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા.
- Advertisement -
🚨 PM Modi in Karnataka!
Indian oil corp presents 'Modi Jacket' to PM Modi made out of recycled PET Bottles.
More than 10 crore PET Bottles will be recycled to make sustainable garments to India Oil employees and Armed Forces!#IndiaEnergyWeek2023 pic.twitter.com/kSQVI7REk4
- Advertisement -
— Karthik Reddy 🇮🇳 (@bykarthikreddy) February 6, 2023
રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવાયું છે જેકેટ
જણાવી દઈએ કે પીએમ મોદી આજે સંસદમાં જે જેકેટ પહોંચ્યા તે 28 સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી હતી અને આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ દ્વારા તેમને પ્લાસ્ટિક બોટલના રિસાઈકલીંગ દ્વારા બનાવેલ જેકેટને ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દર વર્ષે 10 કરોડ (100 મિલિયન) બોટલનું રિસાઈકલ કરશે જેમાંથી સશસ્ત્ર દળો માટે પણ યુનિફોર્મ બનાવશે.
Hon'ble Shri @narendramodi, presented with a dress made out of recycled PET bottles under #IndianOil's #Unbottled initiative by @ChairmanIOCL.
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y
— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023
પર્યાવરણ માટે છે અનુકૂળ
આઇઓસી એ મોદી જઈને જે જેકેટ ભેટ તરીકે આપ્યું છે એ માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જણાવી દઈએ કે પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે સરેરાશ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલએ ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ જેકેટ તૈયાર કરાવ્યું છે.
નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાની યોજના
એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલનું રિસાયકલ કરવામાં આવે છે. કંપની દર વર્ષે 100 મિલિયન PET બોટલને રિસાયકલ કરવાની યોજના ધરાવે છે. આનાથી પર્યાવરણ જાળવવામાં મદદ મળશે અને મોટા પ્રમાણમાં પાણીની પણ બચત થશે. કપાસને રંગવા માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે જ્યારે પોલિએસ્ટરને ડોપ રંગવામાં આવે છે. આમાં પાણીના ટીપાનો પણ ઉપયોગ થતો નથી. IOC PET બોટલનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાની પણ યોજના ધરાવે છે.