સૌથી મોટા ક્ધવેન્શન સેન્ટરનું રિડેવલપમેન્ટ 2700 કરોડમાં થયું, 7000 લોકો બેસી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે નવી દિલ્હીમાં પુન:વિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-ક્ધવેન્શન સેન્ટર (IECC)નું ઉદઘાટન કરશે. અગાઉ તેમણે અહીં હવન અને પૂજા કરી હતી. ક્ધવેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. આ ક્ધવેન્શન સેન્ટરમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન 18મી T-20 બેઠક યોજાશે.
- Advertisement -
સરકારી એજન્સી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન, એટલે કે આઇટીપીઓ દ્વારા બનાવવામાં આવેલું આ સંકુલ 123 એકરમાં ફેલાયેલું છે. IECCએ વિશ્ર્વના અગ્રણી પ્રદર્શન અને સંમેલન કેન્દ્રોમાંનું એક છે. આ સંકુલ દેશનું સૌથી મોટું ખઈંઈઊ (મિટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) કેન્દ્ર છે. એ 7,000થી વધુ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે અને એ સિડનીના ઓપેરા હાઉસ કરતાં મોટું છે, જેમાં 5,500 લોકો બેસી શકે છે.