PM મોદી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-MTHL (અટલ સેતુ) ખુલ્લો મૂક્યો
આ બ્રિજ મુંબઈને નવી મુંબઈથી જોડશે, જેના કારણે બે કલાકની મુસાફરી લગભગ 20 મિનિટમાં પૂર્ણ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આજે યુથ ફેસ્ટિવલમાં યુવાઓને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કાલારામ મંદિરે પૂજા કરી હતી. મોદી ગોદાવરીના કિનારે પણ ગયા હતા. મોદીની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. મોદીએ કહ્યું- મેં આહ્વાન કર્યું હતું કે 22 જાન્યુઆરીએ આપણે બધા દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરીએ અને સ્વચ્છતા અભિયાન ચલાવીએ. આજે મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાનો સૌભાગ્ય મળ્યું છે.
PM મોદીએ કહ્યું કે જે ઝડપે દેશના ખૂણે-ખૂણે યુવાનો ‘મેરા યુવા ભારત સંગઠન’માં જોડાઈ રહ્યા છે તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. માય યુથ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનની સ્થાપના પછી આ પહેલો યુવા દિવસ છે. આ સંગઠનને 75 દિવસ પણ પૂરા થયા નથી અને લગભગ 1.10 કરોડ યુવાનોએ તેમાં નામ નોંધાવી દીધા છે. કાલારામ મંદિર નાશિક શહેરના પંચવટી વિસ્તારમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર તે સ્થાન પર આવેલું છે જ્યાં ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન રોકાયા હતા. કાળા પથ્થરમાંથી બનેલી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની 2 ફૂટ ઊંચી મૂર્તિઓ છે. આ મંદિર પશ્ર્ચિમ ભારતમાં ભગવાન રામના આધુનિક મંદિરોમાંનું એક છે. તે 1782 માં સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા લાકડાના એક પૌરાણીક મંદિરની જગ્યા પર બનાવવામાં આવ્યું હતું.
- Advertisement -
એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ કાર્ય ઘણા વર્ષો સુધી ચાલતું રહ્યું હતું, જેમાં દરરોજ 2000 લોકોને રોજગાર મળ્યો હતો. મોદીના રોડ શો દરમિયાન રોડની બંને બાજુ લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ મોદી પર ફૂલોની વર્ષા કરી હતી. મોદી સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હાજર હતા.