વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.
PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.
- Advertisement -
શું કહ્યું વડાપ્રધાન કાર્યાલયે ?
PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
- Advertisement -
— PMO India (@PMOIndia) June 14, 2022
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં શું કહ્યું ?
ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.
8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.