તેમની મુલાકાત દરમિયાન, ભારત અને જાપાને 13 મુખ્ય કરારો અને ઘોષણાઓ પર હસ્તાક્ષર કર્યા અને અનેક મુખ્ય પહેલ શરૂ કરવાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ, 2025) જાપાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જવા રવાના થયા
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસનો જાપાન પ્રવાસ શનિવારે પૂર્ણ થયો. આ ઐતિહાસિક મુલાકાત પછી, તેઓ હવે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં હાજરી આપવા માટે રવાના થયા છે. આ દરમિયાન તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.
વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું
ભારતીય વિદેશ મંત્રાલયે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે “જાપાનની ખૂબ જ સફળ મુલાકાત પૂર્ણ થઈ. તેનાથી ભારત-જાપાન સહયોગને વધુ ગાઢ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં હાજરી આપવા માટે ચીનના તિયાનજિન જવા રવાના થયા છે.”