રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પીએમ મોદીના વખાણ કર્યા
રશિયા અને ભારત નાણાકીય સુરક્ષા અને સાયબર અપરાધના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું- પીએમ મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમની સાથે અમારા ઘણા સારા રાજકીય સંબંધો છે. છઝ રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ બંને દેશોના હિતમાં છે.
નાણાકીય સુરક્ષા પર ઓલિમ્પિયાડને સંબોધતા પુતિને આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને ભારત નાણાકીય સુરક્ષા અને સાયબર અપરાધના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે. ભારત અને રશિયા સદીઓથી મિત્ર અને ભાગીદાર રહ્યા છે. બંને દેશો દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્ડાને અમે ચોક્કસપણે હાંસલ કરીશું.
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક મહિના પહેલા ભારતે ૠ20 સમિટ દરમિયાન નવી દિલ્હી ઘોષણાપત્રમાં યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આમાં રશિયા પર યુદ્ધનો આરોપ લાગ્યો ન હતો. મોસ્કોએ આ ઘોષણા અને ૠ20ના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે પુતિને ભારત કે પીએમ મોદીની પ્રશંસા કરી હોય. ગયા મહિને પણ તેમણે કહ્યું હતું કે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે.
આપણે આપણા સાથી દેશ ભારતને અનુસરવું જોઈએ. તેઓ દેશમાં જ વાહનો બનાવી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે નક્કી કરવું જોઈએ કે કયા વર્ગના અધિકારીઓ કઈ કાર ચલાવી શકે છે, જેથી તેઓ ઘરેલુ કારનો ઉપયોગ કરશે. અગાઉ જૂનમાં પુતિને કહ્યું હતું – ભારત એક એવો દેશ છે જે કંપનીઓને પોતાના દેશમાં આવીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. પુતિને કહ્યું હતું- અમારા ખાસ મિત્ર પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો પહેલા મેક ઇન ઇન્ડિયાની શરૂૂઆત કરી હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. એવા સમયે જ્યારે પશ્ર્ચિમી દેશો રશિયા સાથેના વેપાર પર સતત નિયંત્રણો લાદી રહ્યા છે, ત્યારે આપણે ભારત જેમ આપણા દેશની કંપનીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને વધુ સારું બજાર પૂરું પાડવું જોઈએ.