વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચ્યા અને સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું, આજે બપોરે ભવ્ય ભોજન વ્યવસ્થા
બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલ વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાજકોટમાં 2033 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી સભા સંબોધી હતી. આ તરફ હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચ્યા છે અને સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠક કરશે.
- Advertisement -
#WATCH | Gandhinagar, Gujarat: Ajit Manocha, President and CEO, SEMI at Semicond India says, "…I have been asked whether India is ready to be part of the global semiconductor industry…Today I can say the journey has begun. For the first time in India's history, geopolitics,… pic.twitter.com/lRUETP0PKs
— ANI (@ANI) July 28, 2023
- Advertisement -
આજે બપોરે ભવ્ય ભોજન વ્યવસ્થા
વડાપ્રધાન મોદી આજે બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું આયોજન નવનિયુક્ત સાંસદ બાબુભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ, MP-MLA તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
#WATCH | Gandhinagar, Gujarat: Mark Papermaster, EVP and CTO, Advanced Micro Devices (AMD) at Semiconductor India says, "…AMD will invest $400 million in India in the next five years. AMD will enhance its R&D capabilities…We will build our largest design centre in… pic.twitter.com/Vt1bYREuYI
— ANI (@ANI) July 28, 2023
ગાંધીનગરમાં વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમ
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજના તેઓના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તે સેમિકોન ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરશે. વધુમાં વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યા સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે Semicon India 2023 નું ઉદ્ઘાટન. https://t.co/3xfsHyQwgB
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 28, 2023