વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ધાટન કર્યું. આ દરમ્યાન તેમણે સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, દુનિયાભરના વિશેષજ્ઞ માને છે કે, ભારત જલ્દી જ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ઉર્જા ક્ષેત્ર દેશના વિકાસમાં મહત્વની ભૂમિકામાં છે. ભારત પહેલેથી જ ત્રીજી સૌથી મોટ ઉર્જા વપરાશ કરનાર દેશ છે. અમે દુનિયામાં ચોથા સૌથી મોટા એલપીજી આયાત કરનાર દેશ છે. ચોથા સૌથી મોટા રિફાઇનરી માર્કેટ આપણું છે. અને ઓટો મોબાઇલ સોક્ટરમાં આપણો ચોથો ક્રમાંક છે. આજે દેશમાં ટુ-વ્હીકલ અને કારોનું રેકોર્ડ બ્રેકિંગ વેચાણ થઇ રહ્યું છે. ઇવીની માંગણી પણ વધી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભારતમાં 2045 સુધીમાં ઉર્જાની માંગ બે ગણી થઇ જશે.
#WATCH | PM Narendra Modi to inaugurate India Energy Week 2024 in Goa.
- Advertisement -
India Energy Week 2024 will be held from 6–9 February in Goa. It will be India’s largest and only all-encompassing energy exhibition and conference. pic.twitter.com/PeR8czyeur
— ANI (@ANI) February 6, 2024
- Advertisement -
વડાપ્રધાન મોદીએ આ પહેલા ગોવામાં ઓએનજીસીના સી સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. ઓએનજીસી સી સર્વાઇકલ ઇકો-સિસ્ટમ સેન્ટને ગ્લોબલ સ્ટેન્ડર્ડની સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જે દર વર્ષ 10-15 હજાર કર્મચારીઓ સમુદ્રમાં કામ કરવા દરમ્યાન આવનારા પડકારોથી લડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ પ્રવાસ પર પીએમ મોદી ગોવાના કુલ 1330 કરોડ રૂપિયાના વિકાસ યોજનાની ભેટ આપશે. વડાપ્રધાન મોદી ગોવામાં નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજીના નવા સ્થાયી કેમ્પસને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
A robust energy sector bodes well for national progress. Speaking at the India Energy Week in Goa.
https://t.co/aKSFZpS3D1
— Narendra Modi (@narendramodi) February 6, 2024
6-9 ફેબ્રુઆરી સુધી ગોવામાં ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન
ઇન્ડિયા એનર્જી વીક 2024, 6-9 ફેબ્રુઆરી સુધી ગોવામાં આયોજિત કરી રહ્યા છે. ઇન્ડિયા એનર્જી વિક 2024 ભારતનું સૌથી મોટું એનર્જી એગ્ઝીબિશન અને સંમેલ્લન છે. જેમાં સમગ્ર એનર્જી વેલ્યૂ ચેન સાથે આવશે. વડાપ્રધાન મોદી વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના સીઇઓ અને વિશેષજ્ઞો સાથે બેઠક કરશે. ઇન્ડિયા એનર્જી વીકમાં વિભિન્ન દેશોના 17 ઉર્જા મંત્રી અને 35,000થી વધારે ગ્રાહકો અને 900થી વધારે પ્રદર્શન યોજાશે. એનર્જી વીકમાં કેનેડા, જર્મની, નેધરલેન્ડ , રશિયા, બ્રિટેન અને અમેરિકા ભાગ લેશે. એક વિશેષ ભારત પૈવેલિયન પણ હશે, જેમાં ભારતીય એમએસએમઇ અને ઉર્જા સેક્ટરની મુખ્ય કંપનીઓ ઇનોવેટિવ સોલ્યૂશનને રજુ કરશે.