આ માત્ર મારૂ જ નહીં, ભારતીય લોકો, તેમના મૂલ્યો અને પરંપરાઓનું સન્માન – મોદી
કોરોના વખતે ભારતે કરેલી મદદ બદલ ડોમિનિકાએ ઋણ સ્વીકાર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજ્યા હતા. ફેબ્રુઆરી 2021માં વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીની આ મદદ બદલ ડોમિનિકાની સરકારે તેમને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન, વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ અને ડોમિનિકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નહીં. પરંતુ ભારતના 140 કરોડ લોકો, તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે. આપણે બંન્ને બે લોકશાહી છીએ અને આપણે બંને સમગ્ર વિશ્વ માટે મહિલા સશક્તિકરણના રોલ મોડલ છીએ. તેમણે કહ્યું કે બંને દેશોમાં મહિલા રાષ્ટ્રપતિ છે. ભારત અને ડોમિનિકા વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. ભારત માટે એ ખૂબ જ સંતોષની વાત છે કે અમે કોવિડ-19 જેવી આપત્તિ દરમિયાન ડોમિનિકાના લોકોની મદદ કરી શક્યા. પીએમ મોદીને સાચા મિત્ર ગણાવતા એમ પણ કહેવામાં આવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્ય, શિક્ષણ અને આઈટી ક્ષેત્રે ઘણી મદદ કરી છે. જળવાયુ પરિવર્તન સામે લડવામાં ભારત ડોમિનિકાને પણ મદદ કરી રહ્યું છે.
- Advertisement -
અત્યાર સુધીમાં PM મોદી 19 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત
અત્યારસુધી 19 દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી વડાપ્રધાન મોદીને સન્માનિત કરાયા છે જેમાં બાર્બાડોસનો ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ, ગુયાનાનો ગુયાનાનો ઓર્ડર ઓફ એક્સેલન્સ, ડોમિનિકાનો એવોર્ડ ઓફ ઓનર, નાઇજીરીયાનો ઓર્ડર ઓફ ધ નાઇજર, સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલનો રશિયાનો ઓર્ડર, ગ્રીસનો ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર, ફ્રાન્સના ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન, ઇજિપ્તનો ઓર્ડર ઓફ ધ નાઇલ, રિપબ્લિક ઓફ પલાઉનો ઇબાકલ એવોર્ડ, પપુઆ ન્યુ ગિનીનો લોગોહુનો ઓર્ડર, ફિજીનો ઓર્ડર ઓફ ફીજી, ભૂટાનનો ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો, યુએસ સરકારની લીજન ઓફ મેરિટ, બહેરીનના રાજા હમાદનો પુનરૂજજીવનનો ઓર્ડર, સી માલદીવનો ઓર્ડર ઓફ નિશાન ઇઝુદ્દીન, યુએઇનો ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ, અફઘાનિસ્તાનનો ગાઝી અમીરનો સ્ટેટ ઓર્ડર અમાનુલ્લા ખાન, સાઉદી અરેબિયા ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ, પેલેસ્ટાઈનનો ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે.