– દેશમાં ઊર્જાની જરૂરિયાત વધી રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ બેંગલુરૂમાં ભારત ઉર્જા વિક- 2023 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, રાજ્યપાલ થાવરચંદ ગહલોત અને સીએમ બસવરાજ બોમ્મઇ પણ હાજર હતા. કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ઓઇલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટ્વિન કુકટોપ મોડલનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમ્યાન તેમણે પોતે પણ સંબોધન કર્યું.
- Advertisement -
We are all looking at the destructive earthquake that hit Turkey. There are reports of the deaths of several people as well as damage. Damages are suspected even in countries near Turkey. The sympathies of the 140 crore people of India are with all earthquake-affected people: PM pic.twitter.com/Y7zCeoViJI
— ANI (@ANI) February 6, 2023
- Advertisement -
પોતાના સંબોધનમાં સૌથી પહેલા તેમણે તુર્કિના ભૂકંપમાં માર્યા ગયોલા લોકો પ્રત્યે સંવેદના દેખાડી છે. તેમણે આ સમયે તુર્દીમાં આવેલા ભૂકંપ પર આપણા બધાની નજર છે. કેટલાક લોકોની મૃત્યુ અને નુકસાનના સમાચાર છે. તુર્કીની આસપાસના દેશોની નુકાસનની પણ આશંકા છે. ભારત ભૂકંપ પીડિત દરેકની મદદ કરવા માટે તત્પર છે.
Prime Minister Narendra Modi unveils the twin-cooktop model of the solar cooking system, developed by Indian Oil, at the India Energy Week 2023 event, in Bengaluru, Karnataka. pic.twitter.com/UwWpBFaJhf
— ANI (@ANI) February 6, 2023
બેંગલુરૂ ટેકનોલોજી, ટેલેન્ટ અને ઇનોવેશનની એનર્જીથી ભરેલું શહેર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેગલુરૂ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઇનોવેશનની એનર્જીથી ભરેલું એક શહેર છે. મારી જેમ તમે લોકો અહિંયા યુવા ઉર્જાનો અનુભવ કરશો. આ ભારતની જી-20 પ્રેસિડેન્સી કૈલેંડરની પહેલી સૌથી મોટાી ઇવેન્ટ છે.
દેશમાં લોકોની ઉર્જાની સરૂરિયાત સતત વધી રહી છે. લોકોની જરૂરિયાતને પૂરી કરવા માટે અમારી સરકાર દરેક મોર્ચા પર તૈયાર છે. વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે ચાલી રહેલા ભારતમાં ઉર્જા ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવના છે. 21મી સદીમાં દુનિયાના ભવિષ્યને નક્કી કરવામાં ઉર્જા ક્ષેત્ર એક મહત્વની ભૂમિકા ભજવે છે. ઉર્જાના નવા સંસાધનોને વિકસિત કરવા અને ઉર્જા પરિવર્તનમાં આજે ભારત સૌથી મજબૂત અવાજોમાંથી એક છે.
Karnataka | Bengaluru is a city filled with the energy of technology, talent and innovation. Just like me, you too must be feeling the young energy here. This is the first major energy event in India's G20 presidency calendar. I welcome everyone to the India Energy Week event: PM pic.twitter.com/0B1V4GGzbP
— ANI (@ANI) February 6, 2023
મહામારી અને યુદ્ધના પ્રભાવ હેઠળ વર્ષ 2022માં ભારત એક વૈશઅવિક ઉજ્જવલ સ્થાન પર છે. બહારની પરિસ્થિતિ જે કંઇપણ રહેલી છે, પરંતુ ભારતને આતંરિક રૂપે મજબૂત રહીને દરેક પરિસ્થિતિને પહોંચી વળ્યા છે.
ઉલ્લેખનીય છએ કે, ભારત ઉર્જા વીક 2023નું આઠ ફેબ્રુઆરી સુધી બેંગલુરૂમાં આયોજન કરવામાં આવશે. તેમનો ઉદેશ્ય ઉર્જા પરિવર્તનના કેન્દ્રમાં ભારતની વધતી તાકતને પ્રદર્શિત કરે છે. કાર્યક્રમ દરમ્યાન પારંપરિક અને અપારંપરિક ઉર્જા ઉદ્યોગ, સરકારના પ્રતિનિધિ અને વિશેષજ્ઞ એખ મંચ પર આવશે અને ઉર્જા પરિવર્તનના સમક્ષ પડકારો અને તકોની ચર્ચા કરશે.