ખાસ-ખબર સંવાદદાતા
આજે દેશને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. ઙખ મોદીએ આજે 16મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. ટ્રેનને લીલી ઝંડી આપતા પહેલા પીએમ મોદીએ અહીં રોડ શો યોજ્યો હતો. ટ્રેનના ઉદ્ઘાટન પહેલા તેઓ બાલકોને મળ્યા અને તેમની સાથે વાતો પણ કરી. એટલે કે મંગળવાર, 25 એપ્રિલ, 2023ના રોજ પીએમ તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે પ્રથમ વખત દોડશે. આ 16 કોચવાળી ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ સહિત 11 જિલ્લાઓને આવરી લેશે. લોકોની સુવિધા માટે ટ્રેનને કુલ 14 સ્ટેશનો પર રોકવામાં આવશે. પીએમ મોદીએ પણ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બાકીની વંદે ભારત ટ્રેનોની જેમ આ ટ્રેન પણ 26 એપ્રિલથી અઠવાડિયામાં 6 દિવસ દોડશે. તિરુવનંતપુરમથી કાસરગોડનું કુલ અંતર 586 કિલોમીટર છે. આ ટ્રેન ગુરુવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે.
કેટલું રહેશે ભાડું
ટિકિટ ભાડાની વાત કરીએ તો તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચેયર કાર ક્લાસ માટે 1,590 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2,880 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ કાસરગોડથી તિરુવનંતપુરમ માટે ચેયર કારમાં 1,520 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2,815 રૂપિયાનું ભાડું ચૂકવવી પડશે.
- Advertisement -
ક્યાંથી અને કેવી રીતે ચાલશે ટ્રેન
તિરુવનંતપુરમથી સવારે 5.20 વાગ્યે નીકળીને 1.25 વાગ્યે કાસરગોડ પહોંચશે. આ પછી 2.20 મિનિટે કાસરગોડથી નીકળીને 10.35 મિનિટે તિરુવનંતપુરમ પહોંચશે. તે 7 કલાકમાં 586 કિલોમીટરનું અંતર કાપશે.