પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવમાં સાત કલાક સુધી રોકાશે. આ દરમિયાન અનેક સભાઓ તેમજ બેઠક તેમજ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે 1991માં સોવિયત યુનિયનથી અલગ થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.
પીએમ મોદીનો પ્રવાસ મહત્વપૂર્ણ છે
- Advertisement -
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો યુક્રેનનો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાતે મુલાકાત કરશે. અગાઉ પીએમ મોદીએ પોલેન્ડ પ્રવાસ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોના મૃત્યુ થવા એ સમગ્ર માનવતા માટે સૌથી પડકારજનક છે. અમે શાંતિ અને સ્થિરતા ઝડપથી થાય તે માટે વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. અને આ માટે ભારત તેમના મિત્ર દેશોની સાથે સંભવ દરેક સહાયતા આપવા તૈયાર છે.