યુવા સરપંચ ધવલભાઈ કોટડીયાનાં અધ્યક્ષ સ્થાને ગ્રામસભાએ ઠરાવ સાથે માંગ
ગ્રામજનોને આપેલ પ્રોપર્ટી કાર્ડમાં રહેલ વિસંગતતાઓ દુર કરવા, વૃધ્ધ સહાયથી વંચિત લોકોને માન્યતા યાદીમાં સમાવેશ કરવા માંગણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
તાલાલા તાલુકાનાં ગીચ જંગલની ગોદમાં આવેલ વાડલા ગીર ગામના કાર્યદક્ષ યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા નાં અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા મળી હતી.સભામાં જીલ્લા સામાજીક ઓડીટ યુનિટનાં મહિલા અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.
ગામ માટે અતિ ઉપયોગી સ્મશાન તથા કબ્રસ્તાન તેમજ અનુસુચિત જાતિ માટે સમાજની જગ્યા નીમ કરી આપવા ગ્રામ સભામાં ઠરાવ સાથે માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ગ્રામજનોને તેમની મિલકતો નાં આપેલ પ્રોપર્ટી કાર્ડમાં રહેલ વિસંગતતાઓ દુર કરવા તથા બાકી રહેતા મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ સમયસર આપવા તથા વૃધ્ધ સહાયથી વંચિત વૃધ્ધો ને પણ સરકારી સહાય મળે નવી માન્યતા યાદી બનાવવા ગ્રામ સભાએ માંગણી કરી હતી.ગ્રામજનોએ રજુ કરેલ લોક પ્રશ્નો નાં સરપંચે સંતોષજનક જવાબો આપ્યા હતા.સભાનું સંચાલન તલાટી કમ મંત્રી અવનીબેન પીપળીયા એ કર્યું હતું.ગ્રામસભામાં ઉપસરપંચ,પંચાયતના સભ્યો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
વિધવા સહાય લાભાર્થીની ખરાઈ કરી
ગ્રામ સભામાં ઉપસ્થિત જીલ્લા સામાજીક ઓડીટ યુનીટ નાં મહિલા અધિકારીએ વાડલા ગીર ગામના વિધવા બહેનોને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય યોગ્ય લાભાર્થીને મળે છે…સહાય સમયસર મળે છે કે કેમ..?તેની ગામમાં ફરી સંપૂર્ણ ખરાઈ કરી હતી.