ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટમાં હેડલાઈન વતી રમતા જીજ્ઞેશ ચૌહાણને હૃદય રોગનો હુમલો આવતા મૃત્યુ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈકાલે મોટી કરૂણાંતિકા બની હતી. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટમાં હેડલાઈન વતી રમતા જીજ્ઞેશ ચૌહાણને ક્રિકેટ રમતાં રમતાં ત્રીજા યુવાન જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવ્યો અને મેદાનમાં જ ઢળી પડ્યો હતો. એકસાથે ઉપરાઉપરી ત્રણ એટેક આવી જતા જીજ્ઞેશનું મોત નીપજ્યું હતું. જીજ્ઞેશે 30 રનની ઇનિંગ પણ રમી હતી. જો કે, આ ઇનિંગ તેની જિંદગીને અંતિમ ઇનિંગ સાબિત થઈ હતી. બીજી તરફ સુરતમાં પણ આજે હસતો રમતો યુવક અચાનક જ મોતને ભેટ્યો હતો. ક્રિકેટ રમી ઘરે પરત આવ્યા બાદ અચાનક છાતીમાં બળતરા અને ગભરામણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક તેનું મોત થયું પછી હતું. યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
- Advertisement -
ક્રિકેટ ટુર્નામેન્ટમાં હેડલાઇન દૈનિક વતી રમવા ઉતરેલા જીજ્ઞેશભાઇ ચૌહાણ નામના ધુરંધર ખેલાડી 30 રનની ધુંવાધાર બેટીંગ કરી પેવેલીયનમાં પરત ફર્યા બાદ હૃદયરોગનો હુમલો આવતા તેમના જીવનની ઇનીંગ ત્યા જ પુરી થઇ ગઇ હતી. યુવા વયે હાર્ટ એટેકથી જીવનદીપ બુઝાય જાય તેવી રાજકોટમાં આ પાંચમી ઘટના છેલ્લા 30 દિવસમાં બની છે. આ પાંચેય યુવાનોની જીંદગીની ઇનીંગ સ્પોર્ટસના મેદાનમાં અસ્ત થઇ છે. હેડલાઇન દેનિક પરીવારના જીજ્ઞેશભાઇ ચૌહાણની અણધારી વિદાયથી સમગ્ર મીડિયા જગતમાં આઘાત છે. સ્વભાવે મિલનસાર અને હસમુખા જીજ્ઞેશભાઇના નિધનથી ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના પરીવાર ઉપર આભ તુટયુ છે.
થોડા દિવસ અગાઉ પણ આવી જ ઘટના ઘટી હતી
પ દિવસ પહેલાં ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં બહેનના ઘરે આવેલો ભાઈ ભરત બારૈયા શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી બહેનના ઘરે પરત જતો હતો. ત્યારે બહેનના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં ભરતને હાર્ટ-એટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પતિના મોતથી પત્નીએ આક્રંદ કર્યું હતું અને એટલું જ બોલી શકી કે, મારે ધણી વગર નથી જીવવું.