ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
ધ્રાંગધ્રા શહેરના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષા અંડર 14,17 અને 19 એથ્લેટિક્સ ભાઈઓ તથા બહેનો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શિશુકુંજ શાળામાં ટેબલ ટેનિસ ભાઈઓ તથા બહેનો માટે જિલ્લા કક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના વિવિધ તાલુકાના ખેલાડીઓએ મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે આ સ્પર્ધામાં શિશુકુંજ શાળાના ખેલાડીઓએ કુલ 50 મેડલ મેળવ્યા છે. જેમાંથી એથ્લેટિક્સ રમતમાં 37 મેડલ તથા ટેબલ ટેનિસ રમતમાં 13 મેડલ પ્રાપ્ત કરી રમત ગમત ક્ષેત્રે ઉત્તમ સફળતા મેળવી હતી. આગામી સમયમાં 45 ખેલાડીઓ રાજ્યકક્ષા સ્પર્ધામાં રમવા માટે જશે આ સિદ્ધિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ મહેનત, પ્રતિભા અને રમત પ્રત્યેનો જુસ્સો સાબિત કર્યો છે. જ્યારે આ સફળતા પાછળ ખેલાડીઓની કઠોર મહેનત સાથે શિક્ષકો તથા કોચ કરણ ઘાંઘર, કુલદીપ કણઝરીયા, પંકજભાઈ ત્રિવેદીના માર્ગદર્શન તથા શાળાના સંચાલકોનો પ્રોત્સાહક વલણ થકી દરેક વિધાર્થીઓને રમત ક્ષેત્રે આગળ વધવા માટેની હૂંફ મેળવી હોવાનું વિધાર્થીઓ દ્વારા જણાવ્યું હતું.
ધ્રાંગધ્રાની શિશુકુંજ શાળાના ખેલાડીઓએ રમત ઉત્સવ સ્પર્ધામાં 50 મેડલ પ્રાપ્ત કર્યા
