વિકરાળ આગમાં 4 જેટલા બકરાંના મોત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જુનાગઢ જીઆઇડીસી વિસ્તારમાં વહેલી સવારે એસ. કે. પ્લાસ્ટિક નામના પ્લાસ્ટિકના ડેલામાં ભયંકર આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. આગના વિકરાળ સ્વરૂપને કારણે મનપા ફાયર વિભાગ ભારે જેહમત ઉઠાવી પડી હતી
આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે બે કલાકથી વધુ મથામણ કરી હતી, જેમાં નવ જેટલા બંબાઓ વડે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. લગભગ 15 જેટલા ફાયર કર્મચારીઓની ટીમે અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના પગલે ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ દુર્ઘટનામાં પ્લાસ્ટિકના ડેલામાં આગ લાગવાને કારણે ચાર જેટલા બકરાઓના મોત થયાની આશંકા છે. વહેલી સવારે લાગેલી આગ અચાનક ભયંકર સ્વરૂપ લેતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



