ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગિરનાર અભ્યારણ્યનાં બોર્ડર પરના ગામોમાં સિંહ, દીપડા ઉપરાંત વન્યાપ્રાણીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ તથા દીપડાનુ કુદરતી નિવાસસ્થાન છે.આ વન્યપ્રાણીઓ શિકાર ની શોધ મા ઘણી વખત જંગલ ની બહાર નીકળી જતા હોય છે, તે વખતે માનવ-વન્યપ્રાણી ઘર્ષણ થવાની શક્યતાઓ રહેલી છે. માનવ-વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા તથા ગિરનાર અભ્યારણ્ય અને ઈકોસેંસ્ટીવ જોન મા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા બાબતે આ વખતે ઈકોસેંસ્ટીવ જોન વિસ્તાર મા જુનાગઢ વન વિભાગ દ્વારા આજરોજ પાતાપુર, પ્લાસવા, માંડણપરા ચોરવાડી તથા પાદરિયા ગામમાં શાળા ના બાળકો દ્વારા લોક જાગૃતિ રેલી કરવામાં આવી.
આ રેલીઓમાં આવનાર પેઢી કે જેઓ હાલ અભ્યાસ કરી રહી છે અને આવતીકાલનું ભવિષ્ય છે તેના દ્વારા આવી રેલીયો કરાવવામાં આવી રહી છે જેથી આવનારી પેઢી આજથી જ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી રમણીય ગિરનાર તથા સિંહ,દીપડા,ગીધ જેવા વન્યપ્રાણી પક્ષીઓનુ રક્ષણ કરવા માટે જાગૃત થાય અને આજની પેઢીને આ આવનારી પેઢીમાંથી પ્રેરણા મળી રહે અને આપની આવનારી પેઢી માટે આ કુદરતી મળેલો આ અનમોલ વારસો નવી પેઢી માણી અને કુદરતી વ્યવસ્થા જળવાય રહે તે માટે વનવિભાગ ને સહયોગ આપવાની અપીલ કરવામા આવી.



