ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચૂંટણીનુ મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જયારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે વધુમાં વધુ મતદાન થાય તેવું મહાઅભિયાન શરૂ કર્યો છે. જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી તંત્ર ગ્રામ્ય સ્તર તેમજ ગિર જંગલના અંતરયાળ વિસ્તાર સુધી પહોંચી ગયુ છે. ત્યારે મતદાન જાગૃતિ અભિયાન જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાનાં રાવત સાગર નેસ સુધી પહોચ્યું હતું. જૂનાગઢ ગીર જંગલની ભૂમિ કહેવામાં આવે છે. અહિયા ઘણાં માલધારીઓ તેમના પશુઓ સાથે વસવાટ કરે છે. ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 હેઠળ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર મતદારો માટે અંતરીયાળ વિસ્તારમાં વસતા નાગરીકો સુધી પહોચ્યું છે.
આ નેસ વિસ્તારમાં માલધારીઓ સાથે સંવાદ સાંધી તેમને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે મતદાનના દિવસે એનિમલ હેલ્થ બૂથ ઉભા કરવાની યોજના વિશે જાણકારી આપવામાં આવી હતીં. જેથી માલધારીઓ પોતાના પાલતું પ્રાણીઓના આરોગ્યની નિ:શુલ્ક તપાસ અને સારવાર કરાવી શકે.નેસ વિસ્તારમાં પૂરૂષ મતદારોની સાથે મહિલા મતદાતાઓની ભાગીદારી સુનિચ્શ્રિત કરવામાં આવી છે. આ સાથે મતદાતાઓને જરૂરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજના માર્ગદર્શન ગ્રાસ રૂટ પર બૂથ લેવલ અવેરનેસ ગૃપ દ્વારા સતત લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે.