જુલાઈ માસમાં સંભવત: પ્રથમ સપ્તાહમાં યોજાશે વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્ર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારાં નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થી, જેઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે.
- Advertisement -
ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે.