કલેકટર કચેરીમાં પાણી સમિતિની મિટિંગ મળી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આકરા ઉનાળાઓ પ્રારંભ થઇ ગયો છે. ઉનાળામાં પાણી સમસ્યા ન સર્જાઇ તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક મળી હતી અને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે વરસાદ સારો થયો હતો. પરંતુ વરસાદ મોડો રહેતા શરૂઆતમાં ખેડૂતોને ચિંતા થઇ હતી. બાદમાં સારો વરસાદથી તળાવ, ડેમ ભરાઇ ગયા હતાં. પરંતુ ઉનાળો આવતા અનેક ડેમની સ્થિતી સામાન્ય બની જતી હોય છે. કારણ કે શિયાળામાં સિંચાઇનું પાણી આપવામાં આવ્યું હોય છે. ઉનાળાનાં પ્રારંભ થઇ રહ્યો છે.
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ઉનાળામાં ડેમની સ્થિતીને લઇ આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં પાણી સમિતિની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ડેમમાં રહેલ રિઝર્વ પાણીનો જથ્થો, બોરવેલ અને હેન્ડપંપની સ્થિતી, ઉનાળા સમય દરમિયાન પાણી વિતરણ અંગેનું આયોજન સહિતનાં મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
28 માર્ચથી શરૂ થતી બોર્ડની તૈયારીને લઇ મિટિંગ મળી
- Advertisement -
જિલ્લા કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં આગામી તા.28 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઇ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છાત્રોની બેઠક વ્યવસ્થા, પીવાનાં પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, ફલાઇંગ સ્કવોડ, જરૂરી માળખાકીય સુવિધાઓ સહિતનાં મુદા પર ચર્ચા કરવામાં આવી હતી.
ઇ -સેવા સોસાયટીની મીટીંગ મળી
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઇ-સેવા સોસાયટીની મીટીંગ મળી હતી. જેમાં વર્ષ દરમિયાન થયેલા હિસાબ, આગામી સમયમાં કરવાનાં થતા આયોજનો તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.