-સળગતા જંગલ પર પાણીનો છંટકાવ કરતી વખતે વિમાન વૃક્ષમાં ફસાતા દુર્ઘટના સર્જાઈ
અનેક દાયકાઓ બાદ હાલ ગ્રીસ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના પગલે જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો છે અને જંગલની આ આગ રહેઠાણ વિસ્તારોમાં આવી પહોંચી છે ત્યારે આ જંગલની આગ બુઝાવવા ગ્રીસને વાયુસેનાને વિમાન પાણી છાંટી રહ્યું હતું ત્યારે વૃક્ષ સાથે ટકરાતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું અને બે પાયલોટના મોત થયા હતા.
- Advertisement -
ગ્રીસના એવિયા ટાપુના જંગલમાં આગ બુઝાવતી વખતે આ દુર્ઘટના બની હતી, જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વાયુસેનાનું સીએલ-215 વિમાન જંગલમાં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી રહ્યું હતું ત્યારે વિમાનનો એક ભાગ વૃક્ષની ડાળમાં ફસાઈ ગયો હતો. બાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું અને બે પાયલોટના મોત થયા હતા.
પુ પર આગ લાગ્યાને એક સપ્તાહ જેટલો સમય થયો છે.ગ્રીસમાં રોડ્સ સહેલાણીઓ માટે સૌથી પ્રિય સ્થળ છે. ગત વર્ષ 2022માં 25 લાખ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. ગ્રીસ ફરવા આવતા પ્રવાસીઓ આ ટાપુની અચૂક મુલાકાત લે છે. આગના લીધે ટાપુના મધ્ય અને દક્ષિણ ભાગમાં લિંડોસ સહિતના 12 કસ્બાઓ અને ગામોને ખાલી કરવામાં આવ્યા છે. ગ્રીસ છેલ્લા કેટલાક દિવસોથી ધોમધખતી ગરમીમાં શેકાઇ રહયું છે. સતત લૂ વાવાથી જ જંગલમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહયું છે. જળવાયુ પરિવર્તનના લીધે યુરોપ અને અમેરિકામાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે.