જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ કોઇ મોટી દુર્ઘટનાને અંજામ આપવાના હતા, જેના માટે તેઓ વિવિધ રીતો અપનાવી રહ્યા હતા. સુરક્ષાદળોની સતર્કતા વધ્યા પછી આતંકવાદીઓ પાતાના ઇરાદાને સફળ બનાવવા માટે એવી વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં વિસ્ફોટ હોવાનો શક પણ ના જાય. ડ્રોનના માધ્યમથી આઇઇડી ભરેલા બોમ કાશ્મીરમાં મોકલવામાં આવી રહ્યા છે. આ વાતનો ખુલાસો ગત રાત્રે થયો જયારે બીએસએફના કાનાચક વિસ્તારમાં એક ડ્રોનને જોઇને તેના પર ગોળી વરસાવવામાં આવી.
- Advertisement -
સુરક્ષાદળો પાસે મળેલી જાણકારી મુજબ, ગત રાતના કાનાચક વિસ્તારમાં એક ડ્રેન જોવા મળ્યું હતુ. ત્યાર પછી સૈનિકોએ તેના પર ફાયરિંગ કર્યુ હતુ. સાથએ જ અધિકારીઓએ સુચિત કર્યુ હતુ કે, એન્ટી ડ્રોન એસઓપીનો પ્લાન કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રોનથી જોડાયેલા પેલોડ નીચે પડયા. પેલોડ નીચે આવ્યા પછી જાણવા મળ્યું કે, એમાં બાળકોના લંચબોક્સ છે, જેમાં IED ભર્યુ છે.
J&K | Last night BSF observed a drone activity in Kanachak area & fired bullets at the drone. Immediately Police party was deployed & followed anti-drone SOP was followed. Around 11 pm at Dayaran area of Kanachak, police party observed the drone activity and fired at it again.
— ANI (@ANI) June 7, 2022
- Advertisement -
આ વિશે મળેલી માહિતી મુજબ, આ ડ્રોનની ગતિવિધિ રાતના લગભગ 11 વાગ્યે જોવા મળી. ત્યાર પછી સૈનિકોએ તેના પર ફાયરિંગ કરી. ડ્રોનથી જોડાયેલા પેડલ નીચે પડયા. જેમાં બાળકોના ટિફિન બોક્સમાં 3 ચુંબકીય આઇઇડી પેક કરેલા મળ્યા, જેમાં અલગ-અલગ સમય માટે ટાઇમર સેટ કરેલા હતા. બાળકોના સંચબોક્સમાં આઇઇડીને જોઇને સુરક્ષાદળ તરત જ સક્રિય થઇ ગયા હતા. પછઈ એન્ટી ડ્રોન એસઓપીના માધ્યમથી એક નિયંત્રિત વિસ્ફોટના માધ્યમથી ત્રણ બોમને ડિફ્યુસ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, આઇડીથી ભરેલા લંચબોક્સ મળ્યાના કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, તેની તપાસ ચાલુ છે. આ પહેલા પણ બોર્ડર નજીકના વિસ્તારોમાં કેટલીય વાર સંદિગ્ધ ડ્રોન મળ્યા છે. ડ્રોનના માધ્યમથી આતંકવાદીઓ પોતાના હોડથી મળેલા સુચનો અનુસાર કાશ્મીરમાં ખતરનાક ઇરાદાઓને રચી રહ્યા છે.
કાશ્મીરમાં અમરનાથ યાત્રા આ મહિનાની 30 તારીખથી શરૂ થાય છે. કોરોનાના કારણે બે વર્ષ પછી આ યાત્રાને સુરક્ષઇત રીતે પૂર્ણ કરવા માટે સુરક્ષા દળો માટે એક કસોટી છે.