હાલ યુનિવર્સિટીઓમાં વ્યાપ્ત જ્ઞાતિવાદ, વિસ્તારવાદની નીતિનો છેદ ઉડાડવા માટે નવી નીતિ
10 વર્ષના અનુભવી અને ‘વિચારધારા’ના લોકોને શોધવા રાજ્ય સરકારની મથામણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની અનેક યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિઓની મુદત પૂરી થઇ છે અથવા તો થનાર છે અથવા તો હાલ પણ કાર્યવાહક ઉપકુલપતિઓ દ્વારા વહીવટ ચાલી રહ્યો છે.
યુજીસીના નિયમ મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિઓની નિમણૂક થાય તે માટેના પ્રયત્નો શરૂ થયા છે. જેમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા પ્રોફસરો કે તજજ્ઞોને ઉપકુલપતિ બનાવવાથી રાજ્યના શિક્ષણસ્તરમાં સુધારો પણ થશે. આ નિયમોનું પાલન કરવાનું હોવાથી અનુભવી તજ્જ્ઞોની ખોટ વર્તાય છે અથવા તો વિચારધારાના લોકો મળતાં નથી એ સંજોગોમાં રાજ્યની 5થી 8 જેટલી યુનિવર્સિટીઓમાં એક ભરત શ્રેષ્ઠ ભારત મિશન હેઠળ અન્ય રાજ્યના શિક્ષણ ક્ષેત્રના તજ્જ્ઞોને ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઓની જવાબદારી સોંપવામાં આવે તે માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.
રાજ્યની 10થી 11 યુનિવર્સિટીઓમાં હાલ ઇન્ચાર્જ ઉપકુલપતિ છે અથવા મુદત પૂરી થઇ રહી છે. ત્યારે નવી નિમણૂક માટે આ નવી દિશા તરફ દૃષ્ટિ કરવામાં આવે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સોમનાથ ખાતે બનારસના સંસ્કૃત તજ્જ્ઞને એક વખત ઉપકુલપતિ તરીકે મૂકાયા હતા. ઉપકુલપતિઓની નિમણૂક માટે સર્ચ કમિટી બનાવવામાં આવ્યા બાદ તેમાં યુજીસીના સભ્યની નિમણૂક કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આ બંને યુનિવર્સિટી પણ અન્ય રાજ્યના લોકોને સોંપી તેને ઉપકુલપતિ બનાવવામાં આવશે. હાલની સ્થિતિમાં પ્રાંતવાદ અને જાતિવાદ વકર્યો છે. તેને રોકવા શરૂઆત જૂનાગઢ અને અમદાવાદથી થશે એવી શક્યતા છે. એ ઉપરાંત રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ અન્ય રાજ્યના વીસી મૂકવાની ચર્ચા છે.