કોરોના કાળમાં દરરોજ પાંચ હજાર શ્રમિકોને એનજીઓની મદદથી જમાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સરખેજ ભારતી આશ્રમનાં સ્વામી ઋષિભારતી બાપુના કોરોના કાળમાં કરેલા સેવા કાર્યોને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા બિરદાવવામાં આવ્યા છે અને પ્રમાણપત્ર એનાયત કરાયું છે.
- Advertisement -
ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં વિવિધ એનજીઓના સથવારે લોકડાઉન સમયમાં આશરે સાડા ચાર કે પાંચ મહિના સુધી સ્લમ એરિયામાં રૂબરૂ જઈ પાંચ હજાર શ્રમજીવીઓને પ્રસાદ પીરસાયો હતો. જેમાં સરખેજ, ધોળકા, દસક્રોઈ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. 120થી વધુ સભ્યોની ટીમ રાત-દિવસ કાર્યરત રહી છે. આ એવોર્ડ માટે દાવો પણ કરવામાં આવ્યો નહતો, ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સેવા કાર્યને સ્થાન આપી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સિદ્ધિનો શ્રેય એનજીઓ તથા સમગ્ર ટીમને જાય છે. તેમની મદદ અને સહકારથી આ ઉત્તમ સેવા કાર્ય થઈ શક્યું હતું.


