‘પીઝા ક્ધટ્રી’માં વાસી ગાર્લિક બ્રેડનો જથ્થો મળી આવ્યો : ખાદ્યચીજોનું વેચાણ કરતાં 14 ધંધાર્થીઓને ત્યાં મનપા ફૂડ વિભાગની ટીમ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન યુનિ. રોડ, ઈન્દિરા સર્કલ પાસે આવેલા ‘પીઝા ક્ધટ્રી’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી વાસી ગાર્લિક બ્રેડનો કુલ 5 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતાં સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોનું વેચાણ કરતાં 14 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
શ્યામ શીંગ એન્ડ નમકીન, મહાદેવ એજન્સી, હર ભોલે ટ્રેડીંગ, જલીયાણ પ્રોવિઝન સ્ટોર સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા મુરલીધર ફરસાણ, પારસ સ્વીટ, પારસ નમકીન, હરભોલે ડેરી ફાર્મ, કુમાર ખમણ, સમ્રાટ ખીરુ, ભગવતી પ્રોવિઝન સ્ટોર, જલીયાણ પ્રોવિઝન સ્ટોર, જલારામ નમકીન, કૌશર બેકરી, જય સિયારામ શોપીંગ સેન્ટર, ઠક્કર નમકીન, જય બાલાજી ફરસાણ, જય હિંગળાજ રેસ્ટોરન્ટ, જામનગરી ઘૂઘરા, કસ્તુરી ફૂડસની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 2 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં રાણી ગોલ્ડ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઈલ અને રાણી ગોલ્ડ ફિલ્ટર્ડ કોટનશીડ ઓઈલનો કનેરીયા ઓઈલ ઈન્ડ. શોપ નં. 5, અપૂર્વ કોમ્પલેક્ષ, સદ્ગુરુ તીર્થધામની સામે, રૈયા રોડથી નમૂના લેવામાં આવ્યા હતા.