બનાસકાંઠાનું આ ગામ નળ, ગટર, રસ્તા અને સફાઈમાં અવ્વલ : ગામમાં એક પણ ખુલ્લી ગટર નથી
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે યોજાનારી ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જે ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરવાના હોવાથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને ગામમાં દિવાળી જેવો તહેવાર માની રહ્યા છે. પાલનપુરનું પીંપળી ગામ દેશના પ્રથમ ‘નીરોગી’ ગામ બન્યુ છે.

- Advertisement -
નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એક પણ ખુલ્લી ગટર નથી જેથી મચ્છર જન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહીવત જેટલો છે.

તા. 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતી પ્રસંગે જિલ્લાભરમાં સફાઇ અભિયાન સહિત ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સવારે 11.00 કલાકે સીધો સંવાદ કરશે તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે તેવું આયોજન કરાયું છે.
- Advertisement -

ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ
ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એક પણ ખુલ્લી ગટર નથી જેથી મચ્છર જન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહીવત જેટલો છે અને એટલેજ કોરોના મહામારી વખતે આ ગામ કોરોનાથી મુક્ત થઈ શક્યું હતું.



