Pink WhatsAppને લઇ જો તમને કોઇ મેસેજ આવે છે તો તમારે સાવધાન થઇ જવાની જરુર છે. હકીકતમાં ફ્રોડ કરનારા લોકોએ નવી ટેકનિક શોધી છે
Tech news: અત્યારના સમયમાં ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી છે. પરંતુ જેવી રીતે તેના લાભ છે તે જ રીતે તેનુ નુકસાન પણ છે. નવી ટેકનોલોજીની સાથે સાથે ક્રાઇમ અને ફ્રોડમાં પણ વધારો થયો છે. લોભાવણી એપ તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તાજેતરમાં જ એવી જ એક જાણીતી મેસેજિંગ એપ વોટ્સએપના નામમાં પિંક વોટ્સએપ કરીને ફ્રોડ થઇ રહ્યું છે. Pink WhatsAppને લઇ જો તમને કોઇ મેસેજ આવે છે તો તમારે સાવધાન થઇ જવાની જરુર છે. હકીકતમાં ફ્રોડ કરનારા લોકોએ નવી ટેકનિક શોધી છે.
- Advertisement -
પોલીસે જાહેર કરી એડવાઇઝરી
મીડિયો રિપોર્ટ અનુસાર, Pink WhatsAppને લઇ મુંબઇ પોલિસે પણ એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પિંક વોટ્સએપથી સાવધાન રહે. કારણ કે આ Pink WhatsApp તમારા ફોનનું એક્સેસ લઇ શકે છે.
*… WHATSAPP PINK -A Red Alert For Android Users …*'
*… व्हॉट्सॲप पिंक Android वापरकर्त्यांसाठी रेड अलर्ट …*
- Advertisement -
*…व्हाट्सएप गुलाबी (पिंक) Android उपयोगकर्ताओं के लिए एक रेड अलर्ट…*#CyberSafeMumbai
REGARDS,
NORTH REGION CYBER POLICE STATION,
CRIME BRANCH, CID, MUMBAI pic.twitter.com/viTbVrcWrn
— NORTH REGION CYBER POLICE CRIME WING (@north_mum) June 16, 2023
નવા ફીચર્સની લાલચ
સ્કેમ કરનારા લોકો નવા ફીચર્સની આડમાં મોકલેલ મેસેજમાં Pink WhatsAppના નવા ફીચર્સ આપવાનો દાવો કરે છે, જેનાથી યુઝર્સ લલચાઇ જાય તેવી જ વાતો રજૂ કરે છે.
ફોનમાં કરી દો વાયરસને ઇનસ્ટોલ
Pink WhatsAppની લિંક પર ક્લિક કરવાની સાથે જ ફોનમાં અમુક ખતરનાક મૈલવેયર સ્માર્ટફોનમાં જગ્યા બનાવી લેશે. ત્યાર બાદ ખતરનાક મૈલવેયર હૈકર્સ માટે કામ કરવાનું શરુ કરશે. આ યુઝર્સને બેંક એકાઉન્ટ સુધી ખાલી કરી શકે છે.
Beware of @WhatsApp Pink!! A Virus is being spread in #WhatsApp groups with an APK download link. Don't click any link with the name of WhatsApp Pink. Complete access to your phone will be lost. Share with All..#InfoSec #Virus @IndianCERT @internetfreedom @jackerhack @sanjg2k1 pic.twitter.com/KbbtK536F2
— Rajshekhar Rajaharia (@rajaharia) April 17, 2021
2021માં પણ સામે આવી છે જાણકારી
Pink WhatsAppને લઇ આ પહેલી વખત કોઇ જાણકારી સામે આવી નથી. આ અગાઉ વર્ષ 2021માં પણ આ એપને લઇ જાણકારી સામે આવી ચુકી છે,અને આને એક સ્કેમ ગણાવવામાં આવ્યુ છે.
વધી રહ્યા છે સ્કેમના કેસ
આજકાલ ફોન પર થનારા સ્કેમમાં ઘણા બધા કેસ સામે આવી રહ્યાં છે. સ્કેમના મોટાભાગના કિસ્સામાં લાલચનો સહારો લેવામાં આવે છે.



