રૂદ્ર રેસીડેન્સી સહિતના આસપાસના રહીશોએ ઉગ્ર વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
સ્વચ્છતા લાવે સમૃદ્ધિ આ સૂત્ર સામાન્યત: દરેક દીવાલો પર જોવા મળતું હોય છે. પરંતુ રાજકોટ મનપાના શાસકો અને અધિકારીઓને આ સૂત્ર વિસરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ગંદકી ખદબદી રહી છે. વોર્ડ નં-3માં આવેલ રૂદ્ર રેસીડેન્સી સહિતના આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ તંત્રને જગાડવા માટે થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. ગંદકી હોવાના લીધે મચ્છરોનો ત્રાસ પણ અસહ્ય થઈ ગયો છે. રાજકોટ શહેરને દેશભરનાં સ્માર્ટ સિટીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. તો શું રાજકોટ મનપા આ ક્રમમાં આગળ વધવા માંગે છે કે પાછળ ? સ્વચ્છત્તાના નામે મોટી મોટી વાતો કરવી કે બણગા ફૂંકવાથી શહેર સ્વચ્છ નથી બનતું. રાજકોટ મનપા કમિશનર અને મેયર સહિતના તમામ સત્તાધીશોએ આ બાબતે આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ બનાવવું જોઈએ.



