ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
વિસાવદર શહેરની ગાઠાણી હોસ્પિટલ અને બેંક ઓફ બરોડાની બાજુમાં કચરાઓના ઢગલાઓ જાણે મચ્છરોનો ઉપદ્રવ કરવો હોય એવુ લાગી રહ્યુ છે.બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન પર ગંદકીરાજથી લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે.અને હોસ્પિટલ અને બેંકમાં ભારે પ્રમાણમાં લોકોની અવરજવર ચાલુ જ હોય છે. સાથે સાથે ત્યાં હીરાનુ કારખાનું છે અને તેમાં ભારે સંખ્યામાં કારીગરો આવે છે તેમજ આસપાસના વિસ્તારોમાં ધંધાર્થીઓ પણ છે.આ બધાનું સ્વાસ્થ્ય જોખમમાં છે.
- Advertisement -
પણ સતાધીશોને આમાં મલાઈના મળે એટલે રસના હોય.એક તો આખા ગામમાં રસ્તાઓથી લોકો હેરાન પરેશાન છે તેમાં આવા ગંદકી ભર્યા કચરાના ઢગલાઓ થીલોકો બિમારીનો ભોગ પણ બની રહ્યા છે. હોસ્પિટલ અને બેંકની બાજુમાં જ ગંદવાડ વિસાવદરમાં બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન પર ગંદકી રાજથી લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે.અને હોસ્પિટલ અને બેંકમાં ભારે પ્રમાણમાં લોકોની અવરજવર ચાલુ જ હોય છે. સાથે સાથે ત્યાં હીરાનુ કારખાનું છે અને તેમાં ભારે સંખ્યામાં કારીગરો આવે છે તેમજ આસપાસના વિસ્તારોમાં ધંધાર્થીઓ પણ છે.આ બધાનું સ્વાસ્થ્ય જોખમમાં છે આવા ગંદકી ભર્યા કચરાના ઢગલા ઓથી લોકો બિમારીનો ભોગ પણ બની રહ્યા છે.