– તેમને પદ પરથી હટાવવાની માગણી
સુપ્રિમ કોર્ટ અને કોલેજીયમ પર ટિપ્પણી કરવાના કેસમાં બોમ્બે લોયર્સ એસોસિએશનની તરફથી બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને માગણી કરવામાં આવી છે કે, ન્યાયપાલિકા પર બંન્નેએ આપેલા નિવેદનો ભારત સંવિધાનમાં વિશ્વાસની ઉપણ દેખાડે છે. એવામાં તેમણે પોત-પોતાના પદો પરથી રાજીનામું આપી દેવું જોઇએ.
- Advertisement -
આ અરજી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કાનુની મંત્રી કિરેન રિજિજુની સામે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, હાઇકોર્ટ ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમજ કાનૂન મંત્રી કિરણ રિજિજુને આધિકારિક રીતે પોતાના કર્તવ્યનું પાલન કરતા રોકવામાં આવે અને જાહેર કરે કે બંન્નેએ પોતાના સાર્વજનિક આચરણ અને પોતાના નિવેદનોના માધ્યમથી ભારતના સંવિધાનમાં વિશ્વાસની ખામી દેખાડતા પોતાના સંવૈધાનિક પદો પર બેસવા માટે અયોગ્ય છે.
અરજીમાં વધુમાં દર્શાવ્યું છે કે, સંવિધાનમાં બીજા પણ વિકલ્પો છે, પરંતુ તેમનો પ્રયોગ કરવામાં આવ્યો નથી અને ન્યાયપાલિકા પર હુમલો કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને કાનૂની મંત્રી ખુલ્લેઆમ મંચ પર કોલેજીયમ અને સંવિધાનના બુનિયાદી માળખાના સિદ્ધાંત પર હુમલો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ એનજેએસી એક્ટને રદ કરવા માટે ખોટો દર્શાવતા કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ સંવિધાનના મૂળ માળખામાં પરિવર્તન કરવાની કોશિશ કરી રહ્યા છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ અનુસાર, કાનૂની મંત્રીની તરફથી ચીફ જસ્ટિસને પત્ર લખવામાં આવ્યો હતો કે સરકારની તરફથી નામચીન વ્યક્તિઓની નિમણુંક જજના રૂપમાં કરવામાં આવે. રિપોર્ટ સામે આવ્યા પછી વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રિય મંત્રીએ સફાઇ આપી હતી કે, તેમણે પત્ર જરૂર લખ્યો હતો, પરંતુ આવી કોઇ માંગણી કરી નહોતી. આપહેલા રિજિજૂએ કહ્યું હતું કે, જજોને નેતાની તરફથી ચુંટણી નહીં લડવી પડે અને તપાસનો સામનો પણ નહીં કરવો પડે પરંતુ તેઓ પોતાના કામથી સામાન્ય લોકોની નજરમાં રહેશે.