ચોમાસાનું ખુશનુમા હવામાન, પહાડો પર વહેતા ધોધ, ચારે બાજુ લીલીછમ ધરતી, લીલા જંગલો જોવાની ઘણી મજા આવે છે. ત્યારે ભારતીય રેલ્વેએ આવો જ એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે.
ફરવાની કોને મજા ન આવે! એમાં પણ ચોમાસામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય ત્યારે ફરવાની મજા જ કંઈક અલગ આવે છે. કશે પણ ફરવા જવા માટે પ્લેન, ટ્રેન, બસ કે કાર જેવા અનેક વિકલ્પો હોય છે, પરંતુ કેટલીક મુસાફરી એવી હોય છે જે ડેસ્ટિનેશન કરતાં પણ વધુ સુંદર હોય છે.
- Advertisement -
જો આવી મુસાફરીનો આનંદ માણવા માંગતા હોવ તો સૌથી સારો વિકલ્પ રેલ્વે છે. ટ્રેક પર દોડતી ટ્રેનો ઘણા માર્ગો પરથી પસાર થાય છે. ઘણીવાર ગાઢ જંગલો, ઝાડ કે નદી અને પાણી પરથી ટ્રેનો પસાર થતી હોય તો ઘણીવાર પહાડોમાંથી પસાર થતી લાંબી ટનલ આવે છે, જે પ્રવાસને વધુ અદ્ભુત બનાવી નાખે છે.
રેલવેએ આવો જ એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમને પણ આ માર્ગો પરથી પસાર થવાનું મન થશે. આ વીડિયોમાં ગોવાના દૂધસાગર ધોધનો સુંદર નજારો છે, ચોમાસામાં તે વધુ સુંદર લાગે છે.