ધર્મેન્દ્ર રોડ ઉપર A ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ : જાગૃતિ અર્થે પેમ્પલેટ વિતરણ
વાહનચોરીના બનાવો અટકાવવા સલામત સ્થળે લોક કરીને પાર્ક કરવા સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
બજારોમાં ધીમે ધીમે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્ય ગણાતી ધર્મેન્દ્ર રોડ ઉપર એ ડીવીઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ માઈક મારફ્ત ખરીદી કરવા આવતા લોકોને પોતાના દાગીના, મોબાઈલ, પર્સ સાચવીને રાખવા તેમજ વાહન સલામત સ્થળે લોક કરીને પાર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે
ત્યારે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર જી બારોટ અને તેમની ટીમ દ્વારા સાંજે મુખ્ય રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ તકે પીઆઈ બારોટ દ્વારા પેટ્રોલિંગ કરતાંની સાથે સાથે જ માઈક મારફ્તે બજારમાં ખરીદી કરવા આવતા લોકોને પોતાનો કીમતી સામાન જેવા કે દાગીના, પર્સ, મોબાઈલ સહિતની વસ્તુઓ સાચવીને રાખવા તાકીદ કરવામાં આવી હતી તેમજ બાળકોનું પણ ધ્યાન રાખવા અને ચોરીના બનાવો ન બને તે માટે વાહન સલામત સ્થળે લોક કરીને પાર્ક કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે તે માટે પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોઈ ધક્કામુક્કી કરતુ શકમંદ જણાય તો તુરંત 100 નંબર ઉપર ફોન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.