પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની 858, લોકરક્ષક કેડરની 12,733 જગ્યાની ભરતી માટે શારીરિક કસોટી
ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે જઙ કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા
- Advertisement -
પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ 2026 સુધી યોજાશે
મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ઙજઈં) કેડરની 858 અને લોકરક્ષક (કજ્ઞસફિસતવફસ) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક ૠઙછઇ/202526/1 અંતર્ગત યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, જછઙ જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (ઙઊઝ) અને શારીરિક માપ કસોટી (ઙજઝ) માટે 21 જાન્યુઆરી 2026થી બોલાવવામાં આવશે. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.
દરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની મદદ માટે 90થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત, દરેક ગ્રાઉન્ડની દેખરેખ માટે ઉઈંૠઙ અથવા ઈંૠઙ કક્ષાના અધિકારીને સુપરવિઝન અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે.
શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
દોડ કસોટી દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા ઈઈઝટ કેમેરાની નજર હેઠળ યોજાશે. શારીરિક માપ કસોટીમાં પુરુષ ઉમેદવારોની ઊંચાઈ અને છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ઊંચાઈના માપદંડ મુજબ અનુસૂચિત જનજાતિ (જઝ)ના પુરુષ ઉમેદવારો માટે 162 સે.મી. અને અન્ય માટે 165 સે.મી. ઊંચાઈ ફરજિયાત છે. મહિલા ઉમેદવારોમાં જઝ માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. તમામ પુરુષ ઉમેદવારોની છાતીનું ન્યૂનતમ માપ 79 સે.મી. અને ફૂલાવા સાથે 84 સે.મી. હોવું જરૂરી છે. ઙજઈં કેડર માટે ઉમેદવાર પાસે સ્નાતક અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે, જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ-12 અથવા સમકક્ષ લાયકાત રાખવામાં આવી છે.
ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
તમામ ગ્રાઉન્ડમાં ખાસ દેખરેખ રાખવા માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જયાં રાજ્યના તમામ ગ્રાઉન્ડનું મોનિટરિંગ કરવામાં આવશે.
શારીરિક કસોટીના માપદંડ
શારીરિક કસોટીના માપદંડ મુજબ પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેક્ધડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવી પડશે.



