ખાસ-ખબર સંવાદદાતા
ખોખરડા ગામની સીમમાં સુતેલા માણસોનાં ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થઇ હતી.જેના પગલે કેશોદનાં મેસવાણનાં એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 23 ફોન મળી કુલ રૂપિયા 1.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ શખ્સે જૂનાગઢ,ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ફોનની ચોરી કરી હતી. તાજેતરમાં ખોખરડા ગામીની સીમમાં સુતેલા લોકોનાં ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થઇ હતી. આ અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે જૂનાગઢ એલસીબીને બાતમી મળી કે, મોબાઇલની ચોરી કરનાર કેશોદનાં મેસવાણ ગામનો વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઇ મકકા છે અને આ હાલ વાડલા ફાટકા પાસે આટા મારી રહ્યો છે.જેના પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ આચ.આઇ.ભાટીનાં માર્ગદર્શનમાં એલસીબીની ટીમ વાડલા ફાટક પહોંચી હતી અને વિક્રમ ઉર્ફે ઇટલીને અટક કરી હતી. તેની પુછપરછ કરતા જૂનાગઢ,ઉના, રાજકોટ,ગોંડલ, કોડીનારમાંથી રાત્રીનાં સમયે સુતેલા માણસોનાં ખીસ્સામાંથી ફોનની ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી 23 મોબાઇલ ફોન મળી રૂપિયા 1,53,500 કબજે કર્યા હતાં. અને મોબાઇલ ચોરીનો ભેદઉકેલ્યો હતો.