-ઘમંડીયા વિપક્ષ છતા વચનો નિભાવ્યા: કટાક્ષ
2023ના અંતે હવે ભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચુંટણીમાં 400+ ના લક્ષ્યાંકને પાર પાડવા માટે શરૂ કરેલી તૈયારી વચ્ચે હવે તેનું થીમ સોંગ્સ ‘ફીર આયેગા મોદી’ લોન્ચ કર્યુ છે. ભાજપ સતત ત્રીજી વખત વિજેતા બનીને અગાઉના તમામ રેકોર્ડ તોડવા માંગે છે.
- Advertisement -
અગાઉ ફકત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સતત ત્રણ ટર્મ સુધી વિજેતા થયા હતા અને હાલ દેશભરમાં ભાજપ તરફી વાતાવરણ છે તેને મતદાનમાં પલટાવવામાં ભાજપે તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ફિર આયેગા મોદી જ થીમ સોંગ્સમાં 2014થી આજદીન સુધીની સરકારની સિદ્ધિઓ દર્શાવાની સાથે વિપક્ષો પર નિશાન તાંકવાનું પણ ચુકાયું નથી.
मोदी की गारंटी है,
ये गारंटी पूरा होने की गारंटी है… pic.twitter.com/fyo54DPPx9
— BJP (@BJP4India) December 28, 2023
- Advertisement -
વિપક્ષ માટે ભાજપ જે રીતે ઘમંડીયા શબ્દોનો ઉપયોગ કરે છે તેને પણ આ થીમ સોંગ્સમાં ઉમેરીને પંક્તિ છે કે ઘમંડીયા વિપક્ષ છતા પણ ભાજપે તેના ચુંટણી વચનો પુરા કર્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના 140 કરોડ લોકોની આશા, અપેક્ષા, વિશ્વાસનું પ્રતિક બની ગયા હોવાનું પણ આ સોંગ્સમાં લખાયુ છે.
આ ગીતમાં વડાપ્રધાન મોદીને ભવ્ય મંદિરોની મુલાકાત લેતા અને દેશની નવી સંસદમાં ‘સેગોલ’ પ્રસ્થાપિત કરતા દર્શાવાયા છે તથા તેમના દેશમાં જનતા સાથે સીધા જોડાયા હોય તેવા દ્રશ્યો તથા વિદેશ મુલાકાત સમયે ભારતીયો દ્વારા આવકાર તથા વિશ્વનેતાઓ સાથેની તસ્વીરો તથા વિડીયો પણ પશ્ચાદભૂમો છે.