સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા જાહેર કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અંતે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી PhDની પ્રવેશ પરીક્ષા લેવામાં ન આવતા NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કુલપતિના કાર્યક્રમમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેને પગલે VC ડો.ઉત્પલ જોશીએ હવે Ph.D પ્રવેશ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં અલગ અલગ 22 વિષયમાં 96 સીટ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 11 થી 22 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. NET-GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ ન હોય તેવા વિષયોમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે, પ્રવેશ પરીક્ષાની તારીખ હવે જાહેર થશે.
સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન કોલેજમાં જે અધ્યાપકો પીએચડી ગાઇડ તરીકેની ક્ષમતા ધરાવે છે તેની બેઠકોને બાદ કરી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોને આગળ ધરી પીએચડીની 96 બેઠકો ઉપર એડમિશન આપવાની કામગીરીનો આજથી તા.11થી પ્રારંભ કરવામાં આવ્યો છે. જુદી-જુદી બેઠકો ઉપર પીએચડીમાં પ્રવેશ આપવા માટે ઓનલાઈન ફોર્મ તા.11થી તા.22 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેર કરેલી પ્રવેશ પ્રક્રિયા મુજબ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા બાદ તા.26 ઓગષ્ટથી ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરીફિકેશન શરૂ થશે. જે 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. 20 સપ્ટેમ્બર સુધીમાં દરેક ભવનમાં ડીપાર્ટમેન્ટ રિસર્ચ કમિટીની બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો પર પુન:પ્રવેશની કામગીરી હાથ ધરવામાં આવશે.
NSUIના વિરોધ બાદ કુલપતિએ Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવા માટેનો નિર્ણય કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહયોગથી 4 ઓગસ્ટના રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમનો NSUIના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેનું કારણ એ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી ન હતી. જોકે અંતે ભારે વિરોધ થતાં કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSETપાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં ઙવઉની પ્રવેશ પરીક્ષા લેવા માટેનો નિર્ણય કરાયો હતો. NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ અગાઉ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરી દેવામાં આવી. આ માટે યુનિવર્સિટી યુ.જી.સી.ની ગાઈડલાઈન્સનું બહાનું આપી રહી છે, જે તદ્દન ખોટું છે. જો યુ.જી.સી.ની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું હોય, તો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે ગાઈડલાઈન સરખી હોવી જોઈએ. તો પછી ગુજરાત યુનિવર્સિટી, સુરત યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ શા માટે પ્રવેશ પરીક્ષા લઈ રહી છે? શું યુ.જી.સી.ની ગાઈડલાઈન્સ માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જ લાગુ પડે છે?
- Advertisement -
ક્યા વિષયમાં કેટલી સીટ?
વિષય સીટ
એપ્લાયડ ફિઝિક્સ- 4
બોટની -2
કેમેસ્ટ્રી -7
કોમર્સ -5
કોમ્પ્યુટર સાયન્સ -8
અર્થશાસ્ત્ર -3
એજ્યુકેશન -11
અંગ્રેજી -2
હિન્દી -13
ઇતિહાસ -1
હ્યુમન રાઇટ્સ -1
લો- 1
મેથેમેટિક્સ- 6
માઇક્રોબાયોલોજી -4
તત્વજ્ઞાન -1
ઝૂ લોજી -5
આંકડાશાસ્ત્ર -4
મનોવિજ્ઞાન -5
સમાજશાસ્ત્ર -4
ફિઝિક્સ- 7
કુલ 96