હળવદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં રાજકોટ કચેરી દ્વારા મોરબી વર્તુળ કચેરીના હળવદ વિભાગીય કચેરી હેઠળ ગામડાઓમાં ઘર વપરાશ, વાણિજ્યક અને ઔદ્યોગિક હેતુમાં જુદા જુદા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં પીજીવીસીએલની 33 ટીમો દ્વારા 601 કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 61 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 15.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હળવદ તાલુકામાં ગઈકાલે પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકાના રણમલપુર, ઘણાદ, નવા વેગડવાવ, જુના વેગડવાવ, નવા માલણીયાદ, જુના માલણીયાદ, નવા ઈસનપુર, જુના ઈસનપુર, સુખપર અને કવાડીયામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ચેકિંગ માટે જામનગર, ભુજ, અંજાર અને મોરબીની 33 ટીમો દ્વારા 601 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 60 રહેણાંક મકાનો અને એક વાણિજ્ય કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા 15.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની ચેકિંગ ડ્રાઈવ, 15.55 લાખની વીજચોરી ઝડપાઈ
Follow US
Find US on Social Medias