સૌથી વધુ રાજકોટમાં સોરઠીયાવાડી, કોઠારિયા વિસ્તારમાં વીજચોરી પકડી
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઙૠટઈક) દ્વારા છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ-કચ્છમાં વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં છેલ્લા બે મહિનામાં 10,858 કનેક્શનમાં 53.62 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. આ વીજચોરીનો આંકડો એપ્રિલ અને મે મહિનાનો છે. જેમાં એપ્રિલ મહિનામાં 27.84 કરોડ અને મે મહિનામાં 26.08 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં મે મહિના દરમિયાન 3.67 કરોડની વીજચોરી ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ શિયાણી સોસાયટી, સાગરનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા 1 અને 2, ગાયત્રી ભવન પાસે, ભરતવન, કેનાલ રોડ, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા, સોની બજાર, દિવાન પરા, પેલેસ રોડ, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ વિસ્તારની નજીક, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠીયાવાડી સર્કલ વગેરે વિસ્તારમાંથી વીજચોરી ઝડપાઇ છે.