રહેણાંકના 49 વીજ જોડાણો અને વાણિજ્ય હેતુના 2 કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ
ખાસ-ખબર સંવાદદાતા
પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક અને વાણીજ્ય હેતુના વિજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોય જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 35 ટીમો દ્વારા રહેણાંકનાં કુલ 626 વીજ જોડાણો ચેક કરવામાં આવતા કુલ 49 વીજ જોડાણોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 15.19 લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ 34 વીજ જોડાણો ચેક કરવામાં આવતા 2 કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 1.20 લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવ્યા હતા.
આમ, ગઈકાલે તા. 22 નાં રોજ કુલ 51 વીજ કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે કુલ રૂ. 16.39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે મોરબી વર્તુળ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-1 અને ગ્રામ્ય-2, પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજજોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોય ભવિષ્યમાં પણ આવી જ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.