ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વીજચોરીના સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા જિલ્લાના વિસાવદર, ભેસાણ, જુનાગઢ શહેર, વંથલી, માણાવદર અને મેંદરડા હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસઆરપી સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 802 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 120 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.28.75 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-23 થી જાન્યુઆરી-24ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ 44732 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 6869 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 1640.23 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં PGVCLના દરોડા: રૂપિયા 28.75 લાખનો દંડ કરાયો
