PGVCLના અધિકારીએ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવા અરજી આપી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા તાલુકાના રાજસિતાપુર ડિવિઝન કચેરી ખાતે કર્મચારીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં PGVCL કચેરીના ખાનગી કોન્ટ્રાક્ટના કર્મચારી (ડ્રાઈવર) દ્વારા રાજસીતાપુર PGVCL ડિવિઝન કચેરીમાંથી ઇલેક્ટિક ચીજવસ્તુઓનો ભંગાર બરોબર વેચી માર્યો હોવાની જાણ સ્થાનિક PGVCL ડિવિઝન કચેરી અધિકારીને થતા જ તપાસ હાથ ધરી હતી જેમાં ગોડાઉનમાંથી ભંગાર વેચનાર કર્મચારી CCTV કેમેરામાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે આ ફુટેજમાં આધારે આખોય મામલો બહાર પાડ્યો હતો અને ધ્રાંગધ્રાના રાજસીતાપુર ડિવિઝન કચેરીના અધિકારીએ આ મામલે ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા ફુટેજમાં આધારે તાલુકા પોલીસ મથક ખાતે PGVCLની ચીજ વસ્તુઓ ભંગારના ભાવે વેચી મારનાર કર્મચારી વિરુધ ફરિયાદ નોંધવા માટે અરજી પણ આપી છે.
- Advertisement -
જોકે ભંગાર ચોરીને વેચાણ કરવા મામલે હજુય PGVCLના અધિકારી અને કર્મચારી મૌન ધારણ કરી બેઠા છે જ્યારે રાજસીતાપુર બીટના ઈનચાર્જ પોલીસ કર્મચારી પણ અરજીના આધારે તપાસ હાથ ધરી હોવાનું રટણ કરી રહ્યા છે પરંતુ તમામ પ્રકારના વચ્ચે આ આખોય મામલો દબાવવાનો પ્રયાસ થતો હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે.



