ખેતીવાડીના 77 અને રહેણાંકના 78 કનેક્શનો ચેક કરતા કુલ 27 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ શહેર ગ્રામ્ય તથા ચરાડવા સબ ડિવિઝન વિસ્તારના જુદા જુદા રહેણાક અને ખેતીવાડીના વીજ કનેક્શનોમાં પીજીવીસીએલની જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જિલ્લાની વિવિધ 22 ટીમો દ્વારા વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલ ની 22 ટીમો દ્વારા ખેતીવાડીના 77 કનેક્શનો ચેક કરવામાં આવતા 14 કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ હતી જેના પગલે અંદાજિત 6.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો સાથે રહેણાંક મકાનમાં પણ 78 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 13 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા 5.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હળવદ વિભાગ કચેરી હેઠળના શહેર, ગ્રામ્ય, ચરાડવા પેટા વિભાગ કચેરીની હેઠળ ખેતીવાડીના વીજ કનેક્શનોમાં પાવર ચોરીનું પ્રમાણ વધુ હોય હળવદ પીજીવીસીએલના ઈજનેર એમ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 77 ખેતીવાડીના અને 78 રહેણાંક મકાનના કનેક્શનો ચેક કરવામાં આવતા કુલ 27 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા કુલ રૂ. 11.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.