ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે વંથલી અને શાપુર સબ-ડિવિઝન હેઠળના ગામોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં, પીજીવીસીએલ (ઙૠટઈક)ના અધિકારીઓએ ગામના આગેવાનો અને યુવાનોના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
ગામના લોકોએ વીજળી વિભાગને શક્ય તેટલી મદદ કરી, જેના પરિણામે અસરગ્રસ્ત ગામોમાં ફરીથી વીજળી ચાલુ થઈ શકી. સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન દિનેશભાઈ વી. ખટારીયાએ આ પરિસ્થતિમાં લોકોને કુદરતી આફતો સમયે સાથે મળીને લોક ઉપયોગી કાર્યો કરવાની અપીલ કરી હતી. આ સહયોગથી એ સાબિત થાય છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સામૂહિક પ્રયાસોથી મોટા પડકારોનો સામનો કરી શકાય છે.