ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાયરસમાં સરકારે પૈસાની અચાનક આવી પડતી જરૂરિયાતને પૂરી કરવા માટે નવી સર્વિસ શરૂ કરી છે. તેના અંતર્ગત તેઓ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટથી એક લાખ રૂપિયા સુધીના એડવાન્સ નીકાળી શકે છે. આ પૈસા કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીના સમયે ઉપાડી શકાય છે. આ સર્વિસનો ફાયદો ઉઠાવા માટે તમારે ખર્ચ દેખાડવો પડશે. EPFOએ 1 જૂનના રોજ આ અંગે સર્ક્યુલર રજૂ કર્યો. તે મુજબ પીએફ ખાતેદાર 1 લાખ રૂપિયા સુધીનું મેડિકલ એડવાન્સ પેટે રકમ ઉપાડી શકે છે. કોરોનાવાયરસ સિવાય અન્ય બીમારીઓમાં પણ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવા પર PFના પૈસા ઉપાડી શકાય છે. સર્ક્યુલર મતે કર્મચારી કે તેમના પરિવારના કોઇપણ સભ્યને મેડિકલ એડવાન્સની માંગ માટે એક લેટર જમા કરાવો પડશે. તેની સાથે જ દર્દી અને હોસ્પિટલની માહિતી આપવી પણ જરૂરી છે. આની પહેલાં પણ મેડિકલ ઈમરજન્સીના સમયે ઇપીએફમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. પરંતુ આ પૈસા તમને મેડિકલ બિલ જમા કરાવ્યા બાદ મળતા હતા. મેડિકલ એડવાન્સ સર્વિસ તેનાથી અલગ છે.
તેમાં તમારે કોઇપણ બિલ જમા કરાવાનું નથી. તમારે બસ અરજી કરવાની છે અને પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે. બીમારીની પુષ્ટિ થતાં જ કર્મચારીના પરિવારવાળા EPFના પૈસા માટે અરજી કરી શકે છે અને થોડાંક કલાકની અંદર જ તેમને 1 લાખ રૂપિયા મળી જશે.