ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઓઇલ આયાત અને ઉપભોક્તા દેશ છે. તેમની જરૂરિયાત 80 ટકાથી વધારે તેલ વિદેશથી ખરીદવા અને પોતાના કાચા તેલની ભાવમાં ઘટાડો કરવા ઇચ્છે છે.
અમેરિકા વેનેજુએલાથી તેલ ખરીદનાર દેશો પર પણ પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યું છે, પરંતુ ઉત્પાદિત ઉર્જાં સંકટથી બચવા તેઓ ખુદ ઓઇલ ખરીદવાની તૈયારીમાં છે. તેમણે હાલમાં જ વેનેજુએલાના ઓઇલ ક્ષેત્ર પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ વચ્ચે, ભારતીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું કે, જો વેનેઝુએલા તેલ સસ્તુ કરશે તો ભારત પણ તેના પાસેથી ખરીદી શકે છે.
- Advertisement -
ઓઇલનો વધુ પુરવઠો હોવાએ સારી બાબત છે
મંત્રી હરદીપ સિંહએ એક ઉદ્યોગ કાર્યક્રમમાં વેનેઝુએલાના ઓઇલ વિશે વાત કરતાં કહ્યું કે, જયારે બજારમાં વધારે પુરવઠો હોય તે સારી બાબત છે. જ્યાંથી ઓઇલ સસ્તું મળશે તેમની પાસેથી ખરીદીશું. વેનેઝુએલાની પાસે સૌથી મોટો ઓઇલ ભંડારમાંનો એક છે. મોટા પાયા પર તેના ઉત્પાદનના પૈશ્વિક ઓઇલની કિંમતો પર અસર પડશે.
અમેરિકાએ બે અઠવાડિયા પહેલા લીધો નિર્ણય
દક્ષિણી અમેરિકી દેશ 2019થી જ ગંભીર પ્રતિબંધોમાંથી પસાર થઇ રહ્યું છે. આવનારા વર્ષોમાં ચુંટણી માટે વેનેઝુએલા સરકાર અને વિપક્ષી દળોની વચ્ચે થયેલા કરારો હેઠળ બે અઠવાડિયા પહેલા અમેરિકા દ્વારા પ્રતિબંધોને હટાવી દીધા છે.
પરિસ્થિતિને જોઇને નિર્ણય લેવાશે
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, અમે ઓપ્શનને ચકાસી રહ્યા છીએ. અમે પોતાના ઉર્જા સ્ત્રઓતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. જો કે, હું રાહ જોઇ રહ્યો છું, પરંતુ મને લાગે છે કે આગળ વધવા માટે આ સફળ યોજના છે. ભુતકાળમાં પણ અમે આવું કર્યુ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વેનેઝુએલા પાસેથી પહેલા પણ ઓઇલ ખરીદી ચૂક્યુ છે.