ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો નથી કરી રહી. આવનાર દિવસોમાં પણ પેટ્રોલ-ડીઝલનાં રેટમાં ઘટાડો જોવા નહીં મળે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ આ પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સૌથી વિકસિત દેશોમાં જુલાઈ 2021થી ઓગસ્ટ 2022 સુધી ઇંધણની કિંમતોમાં લગભગ 40 ટકા વધારો જોવા મળ્યો છે.
સરકાર કરી રહી છે ઉપાય
મીડિયા રીપોર્ટસ અનુસાર, કેન્દ્રીય મંત્રી ડીએસએફ બીડ રાઉન્ડ – 3 હેઠળ 31 ડીસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ બ્લોક અને સીબીએમ બીડ રાઉન્ડ વી હેઠળ ચાર સીબીએમ બ્લોકનાં કોન્ટ્રેક્ટ આપવાના અવસર પર એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા પેટ્રોલીયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ અને ગેસની કિંમતો પર થતા ઉતાર ચઢાવની વાત કરી. તેમણે કહ્યું કે સરકારે ક્રુડ ઓઈલ અને ગેસની કિંમતોમાં ઉતાર ચઢાવને ઘટાડવા માટે ઘણા ઉપાયો કર્યા છે.
- Advertisement -
પૂરી કહે છે કે વિકસિત દેશોમાં જુલાઈ 2021થી ઓગસ્ટ 2022 વચ્ચે ઈંઘણની કિંમતોમાં 40 ટકા વધારો જોવા મળ્યો છે. પરંતુ ભારતમાં 2.12 ટકા ઘટાડો આવ્યો છે. કિંમતોમાં ઘટાડાનાં સવાલ પર તેમણે કહ્યું કે ઓઈલ કંપનીઓ નુકસાનની ભરપાઈ માટે કિંમતો ઘટાડી નથી રહી. બેંચમાર્ક ક્રુડ ઓઈલની કિંમત ઘટીને 90 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. જુલાઈનાં અંતમાં આ 111 ડોલર પ્રતિ બેરલ પર હતી.
In LPG, In the past 24 months, Saudi CP price (our import benchmark) almost increased by 303%. During the same period, the LPG price in India (Delhi) increased by less than a tenth of that figure by only 28%: Union Petroleum & Natural Gas Minister Hardeep Singh Puri (09.09) https://t.co/haVXjG3D3c pic.twitter.com/90FKrlISXL
— ANI (@ANI) September 9, 2022
- Advertisement -
તેલ કંપનીઓને નુકસાન
કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રીએ કહ્યું કે બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડા છતાં તેલ કંપનીઓ નુકસાન વેઠી રહી છે. તેમને નુકસાનની ભરપાઈ કરવામાં થોડો સમય લાગશે. તેમના જવાબથી આ તો સ્પષ્ટ થઇ ગયું કે HPCL, BPCL અને IOCL જેવી તેલ વિતરણ કંપનીઓ નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ઘટાડો નહીં કરે.
જૂન ક્વાર્ટરમાં શું નુકસાન થયું
BPCLને આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નુકસાન થયું હતું. BPCLએ જૂન ક્વાર્ટરમાં રૂ. 6,290.8 કરોડની ખોટ નોંધાવી હતી. એપ્રિલ – જૂન ક્વાર્ટરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ન કરવાને કારણે BPCLનું નુકસાન ઘણું વધી ગયું હતું. આ દરમિયાન વિતરણ માર્જીનમાં ઘટાડાને કારણે તેને નુકસાન વેઠવું પડ્યું હતું.



