ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરતા 6 શખ્સો ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લાના બે મુખ્ય નેશનલ હાઈવે પરથી વારંવાર ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે મોટાભાગે હાઇવે પરની હોટલોની ઉપયોગ દેહવ્યાપારથી માંડીને દરેક અસામાજિક પ્રવૃતિ થતી હોવાનું વારંવાર પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે પર પાણશીણા નજીક હાઈવે પરની હોટલમાં ચાલતા ડીઝલ અને પેટ્રોલ ચોરીના કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. જેમાં ટેન્કરમાંથી ચોરી કરી કાઢવામાં આવેલ મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલના જથ્થા સાથે કુલ 6 શખ્સોને દબોચી લેબમાં આવ્યા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમને રાજકોટ અમદાવાદ હાઇવે પર પાણશીણા નજીક આવેલી યુ.પી – બિહાર – મહારાષ્ટ્ર ઢાબા હોટલમાં હાઈવે પરથી નીકળતા ટેન્કરોના ડ્રાઇવરો સાથે સંકલન કરી તેમાંથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ચોરી કરતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફ દ્વારા હોટલ પર દરોડો કરી પેટ્રોલ 850 લિટર (કિંમત 79,900 રૂપિયા), ડીઝલ 1050 લિટર (કિંમત 94,500 રૂપિયા) બે ટ્રક (કિંમત 40 લાખ રૂપિયા), બે બોલેરો પીકઅપ (કિંમત 10 લાખ રૂપિયા) ટ્રકમાં ભરેલા 13 હજાર લિટર પેટ્રોલનો જથ્થો (કિંમત 11,66,839 રૂપિયા), તથા ડીઝલનો 9000 લિટર જથ્થો (7,79,796 રૂપિયા) અન્ય એક ટ્રકમાં ભરેલો પેટ્રોલ 19360 કે.જી જથ્થો (કિંમત 17,64,760 રૂપિયા), એક સ્કોર્પિયો કાર (કિંમત 15 લાખ રૂપિયા), 6 નંગ મોબાઇલ (કિંમત 50 હજાર રૂપિયા તથા રોકડ 1,81,500 રૂપિયા મળી કુલ 1,06,17,295 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી રામક્રિપાલ રાજેન્દ્રપ્રસાદ યાદવ રહે: વરેલી (સુરત), ધીરજભાઈ મહેમુદભાઈ ટિબલિયા રહે: રળોલ (લીંબડી), શૈલેષસિંહ ભરતસિંહ ગોહિલ રહે: વસ્તડી (વઢવાણ), ચેતનભાઈ મફાભાઈ જોગરાણા રહે: રાણાગઢ (લીંબડી), ગમ્ભુભાઈ લાભુભાઈ મેણીયા રહે: કટારિયા (લીંબડી) તથા હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભુપતભાઈ રાઠોડ રહે: ચૂડા વાળાને ઝડપી લઇ તમામ વિરુધ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.



